1 જાન્યુઆરી 2023 થી બદલાનારા નિયમો: નવા વર્ષ ૨૦૨૩ ની શરૂઆત ઘણા નિયમોમા ફેરફારો સાથે થઈ રહી છે. બેંક લોકર, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થશે.ગેસ સિલિન્ડર અને વાહનોના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
થોડા દિવસો પછી ૨૦૨૩નુ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષની શરૂઆત અમુક નિયમો મા ઘણા ફેરફારો સાથે થઈ રહી છે. બેંક લોકર, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ સાથે સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થશે. આ સાથે ગેસ સિલિન્ડર અને વાહનોના ભાવમાં પણ વધારો થવાની શકયતાઓ છે. આ તમામ ફેરફારો તમારા બજેટ પર સીધી અસર કરશે. ચાલો જાણીએ કે 1 જાન્યુઆરી, 2023થી કયા નિયમો મા ફેરફારો થવા જઈ રહ્યા છે.
1 જાન્યુઆરી 2023 થી બદલાનારા નિયમો
વાહનો હવે ખરીદવા બનશે મોંઘા
જો નવા વર્ષમા તમે નવું વાહન ખરીદવા નુ આયોજન કરી રહ્યા હોય તો નવા વર્ષથી વાહનોના કિંમતમા વધારો થશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર, ટાટા મોટર્સ, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, રેનો, કિયા ઈન્ડિયા અને MG મોટર જેવી બ્રાન્ડ 1 જાન્યુઆરી, 2023 થી તેની કિંમતોમા વધારો કરશે.
1 જાન્યુઆરી 2023 થી બદલાનારા નિયમો
બેંક લોકર બાબત નિયમોમાં ફેરફાર થશે
1 જાન્યુઆરીથી રિઝર્વ બેંક તમામ લોકર ધારકોને એગ્રીમેન્ટ મોકલશે અને જેના પર ગ્રાહકોએ સહી કરવી પડશે. આરબીઆઈના નવા નિયમો અનુસાર, બેંકો નક્કી કરશે કે તેમના લોકર કરારમાં કોઈ અયોગ્ય શરત અને શરતો સામેલ કરવામા આવી છે કે નહિ ?
ક્રેડિટ કાર્ડ ના નિયમોમાં ફેરફાર થશે
જો તમે બેંકોના ક્રેડિટે કાર્ડ નો ઉપયોગ કરી રહ્યા હોય તો આ નિયમ તમને ઘણો અસર કરે છે. નવા વર્ષથી ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. HDFC બેંક રિફંડ પોઈન્ટ અને ફીમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. આ સિવાય SBI બેંકે પણ કેટલાક કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે,
૧ જાન્યુઆરી ૨૦૨૩ થી શરુ થતા નવા વર્ષમા ગેસ સિલિન્ડર ના ભાવ બાબતે પણ ફેરફાર થવાની શકયતાઓ રહેલી છે. મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અથવા વધારો કરે છે. પરંતુ નવા વર્ષે સામાન્ય માણસને ગેસ સિલિન્ડર ના ભાવ બાબતે સરકાર તરફથી રાહત મળવાની આશા છે. તેનું કારણ એ પણ છે કે કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજાર મા કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
GST ના નિયમોમાં થશે ફેરફાર
1 જાન્યુઆરીથી GSTના નિયમોમાં પણ ફેરફાર થઇ શકે છે. 5 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે હવે ઈ-ઈનવોઈસ જનરેટ કરવું જરૂરી બનશે.
મોબાઈલના નિયમોમાં ફેરફાર થશે,
મોબાઇલ ફોન બાબતે પણ 1લી તારીખથી દરેક ફોન ઉત્પાદક અને તેની આયાત અને નિકાસ કંપની માટે દરેક ફોનના IMEI નંબરનું રજીસ્ટ્રેશન જરૂરી બનશે.
IMPORTANT LINKS
Join Our whatsapp Group for Latest update | click here |
Home page | Click here |